Sunday 8 July 2012

પ્રસન્ન દાંપત્ય !


મેઘધનુષનાં સાતે સાત રંગોનો અનુભવ એટલે લગ્ન !!

એકબીજાની સુટેવો-કુટેવો, ઈચ્છાઓ-અપેક્ષાઓ, આશાઓ-વિશ્વાસો આદિ સાથેનું અનુકુલન સાધવાની(ખરેખર તો.... સમજવાની) કળા હસ્તગત હોય તે, વધુ સફળતાપૂર્વક એકબીજાનાં થઇ શક્યા છે, થઇ ને રહી શક્યા છે.

લગ્નનાં શરૂઆતનાં વર્ષો જેટલા રોમાંચક હોય છે, એટલાં જ નાજુક પણ હોય છે. ખરા પ્રેમ અને ધીરજની કસોટી જ આ સમય છે ! નાની નાની વાતોમાં ગમા-અણગમા, રીસામણા-મનામણા એટલાં મીઠા લાગે કે ન પૂછો વાત.... ક્યારેક નાની ગેરસમજો મોટા અફસોસનું કારણ પણ બની જાય ! ને ખરી મજા તો મનાવવાની છે !

હમણાં મારી પત્નીને મેં કહ્યું, તું રીસાતી રહેજે હો ! તને મનાવવાની મજા આવે છે. તો ઈ કયે, તમારા જેવા મનાવવા વાળા હોય તો, રીસાવાની પણ મજા આવે !

ફિલ્મ દસ કહાનિયાનો આ વિડીયો ખુબ વાચાળ છે !


વિડિઓની લીંક :